ઍક્સેસિબલ માહિતીનું અભિયાન: સાર્વજનિક સર્વેના પ્રશ્નો

0%
પ્રત્યેક વ્યક્તિને સ્વાસ્થ્યસંભાળની માહિતી એ રીતે આપવામાં આવવી જોઈએ, જેથી તેઓ સમજી શકે. સ્વાસ્થ્યસંભાળ માહિતી સમજવા અથવા સ્વાસ્થ્ય અને સંભાળ સેવાઓ સાથે સંવાદ કરવાના તમારા અનુભવ વિશે અમને કહેવા માટે કૃપા કરીને થોડી મિનિટો ફાળવો.

અમે આ જાણવા માંગીએ છીએ:
  • સ્વાસ્થ્ય અને સંભાળ સેવાઓ તમને આપે એવી માહિતી તમને કેટલી સ્પષ્ટ અને સમજી શકાય એવી લાગે છે
  • તમને જે સ્વાસ્થ્ય અને સંભાળની માહિતી આપવામાં આવી હતી તે સમજવા માટે તમને સહાયતાની જરૂર હતી કે કેમ અને તમને સહાયતા મળી કે કેમ
  • જો તમને સહાયતા મળી ન હોય તો તેની તમારા પર જે અસર થઈ તે.
તમારો પ્રતિભાવ ગોપનીય છે, પરંતુ તમારા માટે અને તમારાં પ્રિયજનો માટે સ્વાસ્થ્યસંભાળ અંગેની વાતચીતમાં સુધારો કરવામાં સેવાઓને મદદ કરી શકે છે.
 

1. સેવાઓ દ્વારા તમારી સ્વાસ્થ્યસંભાળ વિશે તમને આપવામાં આવતી કોઈ પણ માહિતી સમજવાની તમારી ક્ષમતાને તમે કઈ રીતે વર્ણવશો, દાખલા તરીકે અપોઇન્ટમેન્ટના પત્રો, રૂબરૂ પરામર્શ, પત્રિકાઓ અથવા વેબસાઇટ પરની માહિતી દ્વારા? [એક પસંદ કરો]